દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્કિંગ ખાતે ગાડી પાર્ક કરવાના મુદ્દે થયેલ ઝઘડામાં પાર્કિંગના કર્મચારીને બ્લેડના ઘા માર્યા
દાહોદ તા.૦૯
દાહોદ શહેરના રેલ્વે સ્ટેશને પાર્કીંગમાં ગાડી ભાડુ આપવા જેવી નજીવી બાબતે એક વ્યક્તિએ પાર્કીંગમાં ફરજ બજાવતા એક કર્મચારીના ગળે અને શરીરે બ્લેડના ઘા મારી જીવલેણ ઇજા કરી હતી. આ ઘટના બનતા ઇજાગ્રસ્તને દવાખાને લઇ જવાયો હતો. બનાવ સંદર્ભે જીઆરપીએફ પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ રેલ્વે સ્ટેશને તા. ૮ ના રોજ રાત્રીના સમયે શહેરમાં રહેતા રાજેશ યાદવે પાર્કીગમાં ગાડી મુકવાના ભાડા બાબતે પાર્કીંગમાં ફરજ બજાવતાં કિશનભાઈ સાથે બોલાચાલી થઇ હતી. તેમાં ઉશ્કેરાઈ જઇ અને રાજેશ યાદવે બ્લેડથી કિશનભાઈ ઉપર હુમલો કરી બ્લેડના ઘા ગળા અને શરીરે મારી દેતા કિશનભાઈ ગંભીર જીવલેણ ઇજા થઇ હતી. તેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે જીઆરપીએફ પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

