આજરોજ તારીખ 13/06/2025 ને શુક્રવારના રોજ સાંજના 4 કલાકે બિરસા મુંડા ભવન ખાતે આદરણીય દાહોદ જિલ્લા પોલીસ વડા દાહોદ ની અધ્યક્ષતામાં આદિવાસી સમાજની બેઠક યોજવામાં આવી


દાહોદ તા.૧૪

બેઠકમાં દાહોદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી,ગરબાડા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ,dysp સાહેબ,બિરસા મુંડા ભવન ના ટ્રસ્ટી શ્રી ડૉ.ડામોર સાહેબ, નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી,વર્તમાન નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ દાહોદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિનિધિ,વિવિધ પાર્ટીઓના પ્રતિનિધિ તેમજ સમાજના અગ્રગણ્ય સમાજસેવકો હાજર રહ્યા હતાં..
બેઠકમાં આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આદિવાસી સમાજનો ક્રાંતિકારી ઇતિહાસ,સામાજિક,ધાર્મિક,સાંસ્કૃતિક અને રાજકીય ઈતિહાસ ને ઉજાગર કરવા માટે દાહોદ શહેર વિસ્તારમાં આવેલ તેમજ દાહોદ જિલ્લામાં આવેલ વિવિધ સર્કલો પર આદિવાસી સમાજના જનનાયકો ની પ્રતિમાઓનું સ્થાપન કરવા તેમજ બિરસા મુંડા સર્કલ ની મૂળ જગ્યા પર બિરસા મુંડા ની પ્રતિમા લગાડવી,તાત્યા ભીલ,પૂંજા ભીલ,ગોવિંદ ગુરુ,જેવા જન નાયકો ની પ્રતિમા સ્થાપન કરવી તેમજ ગોધરારોડ ખાતે માળવા અને ગોંડવાના પ્રદેશ નું પ્રવેશદ્વાર નું નામ તાત્યા ભીલ પ્રવેશદ્વાર નામકરણ માટે આમસહમતી કરવામાં આવી હતી..
અંતમાં સમાજ વતી શ્રી સુરેશભાઈ મેડા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નો આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!