છાપરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ.
sindhu uday
છાપરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ
આજ રોજ 14/06/2025 શનિવાર ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન છાપરી ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી દાહોદ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી તથા આયુષ્માન આરોગ્ય મંદિર છાપરી દ્વારા આયુષ્માન આરોગ્ય શિબિર તથા વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનું બ્લડપ્રેશર તથા ડાયાબિટીસનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું…જેમાં ટોટલ 54 જેટલાં લાભાર્થીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. જેમાં બ્લડપ્રેશર ના સસ્પેકટેડ 7 તથા ડાયાબિટીસ ના સસ્પેકટેડ 6 મળેલ છે.આ શિબિર માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી ના સ્ટાફ દ્વારા હાજર રહીને સંપૂર્ણ કામગીરી કરવામાં આવેલ હતી.

