Skip to content
દાહોદ
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના દુષ્કર્મના ગુનાના આરોપીને લીમખેડા કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ ખુલ્લી અદાલતમાં ફરમાવતા અદાલત સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. લીમખેડા તાલુકાની એક સગીર કન્યાને મોટી બાંડીબાર ગામનો મહેશ બાબુભાઈ પટેલ નામનો કામાંધ યુવાન ૨૬ માર્ચ ૨૦૨૩ના રોજ પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઈ નાસી ગયો હતો. અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્ય હતું. આ સંબંધે લીમખેડા પોલીસે આરોપી મહેશ બાબુભાઈ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ બાદ સંયોગીક પુરાવાઓ સાથે સમગ્ર કેસ લીમખેડા સેશન્સ કોર્ટમાં તબદીલ કર્યો હતો. જે કેસ એડિશનલ સેશન્સ એન્ડ સ્પે. પોકસો કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ એચ.એચ.ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસબી ચૌહાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી લીમખેડા સેશન્સ કોર્ટે આરોપી મહેશ બાબુભાઈ પટેલને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦ હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ છ માસની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદને હુકમ કર્યો છે.
Post Views:
127
error: Content is protected !!