દાહોદમાં વધુ 11 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા : કુલ આંકડો ૧૦૪૦ ને પાર
દાહોદ તા.૨૩
દાહોદમાં આજે વધુ ૧૧ કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થયો છે. આમ, દાહોદમાં અત્યાર સુધી કુલ 1040 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આજે વધુ ૨૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા હવે એક્ટિવ કે 216 રહેવા પામ્યા છે જ્યારે અત્યાર સુધી કોરોનાથી કુલ 56 લોકોએ પોતાનો જીવ ગુમાવે છે.
આજે રેપિડ ટેસ્ટ મળી કુલ 11 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાંથી (1) મેહુલકુમાર દિનેશભાઈ વહોનીયા (ઉ.રપ રહે.લીંબોદર લીમખેડા), (2) ગોપાલ અશોકકુમાર શાહ (ઉ.૪ર રહે. દોલતગંજ બજાર દાહોદ), (3) પંચાલ મિલનકુમાર પંકજભાઈ (ઉ.૩ર રહે. નવાબજાર ફળીયુ લીમડી), (4) પંચાલ પંકજ શાંતિલાલ (ઉ.પ૮ રહે. નવા બજાર લીમડી), (5) કિશોરી ગીતાબેન મેહુલભાઈ (ઉ.ર૦ રહે. રૂપાખેડા નિશાળ ફળીયુ ફતેપુરા), (6) પ્રજાપતિ શૈલેષભાઈ પ્રેમચંદભાઈ (ઉ.૩પ રહે. બાલાજી સોસાયટી ફતેપુરા), (7) મોહીતકુમાર અરવીંદલાલ શેઠ (ઉ.૪૮ રહેે. પીપલોદ, ક્રિષ્નાસોસાયટી દે.બારીયા), (8) રિયા મોહીતકુમાર શેઠ (ઉ.૧પ રહે. પીપલોદ ક્રિષ્ના સોસાયટી, દે.બારીયા), (9) સંજયભાઈ મુનાભાઈ મકવાણા (ઉ.૩૭ રહે. પીપલોદ શિવ રેસીડેન્સી દે.બારીયા), (10) નિરંજનાબેન સંજયભાઈ મકવાણા (ઉ.૩પ રહે. પીપલોદ શીવ રેસીડેન્સી દે.બારીયા), (11) કાવ્યાભાઈ સંજયભાઈ મકવાણા (ઉ.૯ રહે. પીપલોદ શીવ રેસીડેન્સી દે.બારીયા) આમ, આ પોઝિટિવ આવેલા દર્દીઓના રહેણાક વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝર છાંટવાની સહિતની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.
#Sindhuuday Dahod

