ઝાલોદ તાલુકાના કુણી ગામે ચોકડી પર ટેમ્પોની ટક્કરે બે મહિલા સહિત ત્રણને ઈજા
દાહોદ તા.૨૧
પુરપાટ દોડી આવતો ટેમ્પો ટાટા ટેમ્પો કુણી ગામે ચોકડી પર રોડની સાઈડમાં મોટરસાયકલ લઈને ઉભેલા બે મહિલા સહિત ત્રણ જણાને મોટરસાયકલ સાથે ટક્કર મારી પાડી દેતા ત્રણેયને ઈજાઓ થયાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક ટેમ્પો ચાલક તેના કબજાનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર વગરનો સફેદ કલરનો ટાટા ટેમ્પો ગત તારીખ ૧૭મી જૂનના રોજ મોડી સાંજના સાતેક વાગ્યાના સુમારે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી કુણી ગામે ચોકડી પર રોડની સાઈડમાં પોતાની જી જે ૨૦એલ- ૬૩૩૪ નંબરની મોટરસાયકલ લઈ રોડની સાઈડમાં ઉભેલા ઝાલોદ તાલુકાના સીમળીયા ગામના કાગલા ખેડા ફળિયાના કશું ભાઈ કિશોરી, ઇલાબેન તથા રુક્ષ્મણીબેનને ટક્કર મારી રોડ પર પાડી દઈ પોતાના કબજાનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર વિનાનો ટાટા ટેમ્પો સ્થળ પર જ મૂકી તેનો ચાલક નાસી ગયો હતો. જેથી કસુભાઈ કિશોરીને પાંસળીના ભાગે ઇજાઓ થવા પામી હતી જ્યારે ઈલાબેન તથા રૂક્ષ્મણીબેનને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ સંબંધે સીમળીયા ગામના કાગલા ખેડા ફળિયામાં રહેતા અક્ષય ભાઈ કસુભાઈ કિશોરીએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ મામલે આરટીઓ રજીસ્ટ્રેશન નંબર વિનાના સફેદ કલરના ટાટા ટેમ્પોના ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

