કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમિક્ષા સમિતિની બેઠક યોજાઈ : તમામ તાલુકાઓમાં ખાતર સપ્લાય સમયસર થાય અને ખેડૂતો સુધી ખાતર પહોંચે એ મુજબ તકેદારી રાખી કામગીરી કરવી : કલેક્ટર યોગેશ નિરગુડે

દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમિક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન ખેતીવાડી વિભાગ, દાહોદએ પીપીટી દ્વારા આંકડાકીય માહિતી રજુ કરી હતી. જેમાં તાલુકા વાઈઝ વિતરણ સ્થળ અને ખાતરના જથ્થાની વિગત, યુરિયા, ડીએપી તેમજ એનપીકે ખાતરની વિગત, ખાતર વિતરણ માટે કરવાની થતી કામગીરી તેમજ ખાતર વિક્રેતાની સપ્લાય જથ્થાની મર્યાદા નિર્ધારિત કરવા જેવી મહત્વની બાબતોની સમિક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ તમામ તાલુકાઓમાં ખાતર સપ્લાય સમયસર થાય અને ખેડૂતો સુધી ખાતર પહોંચે એ મુજબ તકેદારી રાખી કામગીરી કરવા સુચના આપી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને માંગ મુજબ ખાતર મળી રહે એ મુજબ વ્યવસ્થા કરી આગોતરા માઈક્રો પ્લાનીગ કરીને કામગીરી કરવા જણાવ્યું હતું.
આ નિમિતે ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

