ઝાલોદની ધાવડિયા ચેક પોસ્ટ પર ઝાલોદ પોલીસનો મોડી રાતે સપાટો : કોલસાના થેલની આડમાં રૂપિયા ૨૯.૯૭ લાખ ઉપરાંતના વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડી: ચાલકની અટકાયત : મોબાઈલ તથા રૂપિયા ૧૦ લાખની ટ્રક મળી રૂપિયા ૪૦.૩૭ લાખનો મુદ્દા માલ કબજે લીધો

દાહોદ તા.૨૪

ઝાલોદ પોલીસે ગત મોડી રાતે ધાવડીયા ચેકપોસ્ટ પર ગોઠવેલ વોચ દરમિયાન પથ્થરના કોલસાના થેલા ની આડમાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ગુજરાત તરફ આવતી ભારત બેન્ઝ ટ્રક ઝડપી પાડી રૂપિયા ૨૯.૯૭ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો જથ્થો, કોલસા ભરેલા થેલા, એક મોબાઇલ ફોન તથા રૂપિયા ૧૦ લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા ૪૦,૩૭,૩૮૪/-ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલકની અટકાયત કરી હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી કે સિસોદિયા પોતાના સ્ટાફના પોલીસ કર્મચારીઓની ટીમને સાથે લઈ રાત્રી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમયે રાજસ્થાન તરફથી ભારત બેન્ઝ ટ્રકમાં કોલસાના થેલાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો વાયા ઝાલોદ થઈ વડોદરા તરફ લઈ જવા તો હોવાની ગુપ્ત બાતમી ઝાલોદ પીએસઆઇ સિસોદિયાને મળી હતી. જે બાતમીને આધારે તેઓની ટીમે રાત્રિના દસ વાગ્યાના સુમારે ઝાલોદ ધાવડીયા ચેકપોસ્ટ પર વ્યુહાત્મક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા નાના-મોટા વાહનો તમામ વાહનો પર બાજ નજર રાખી ઉભી હતી. તે દરમિયાન મોડી રાતના ત્રણેક વાગ્યાના સમારે બાતમીમાં દર્શાવેલ રાજસ્થાન પાસિંગની આર જે૧૯જીએફ-૨૪૩૬ નંબરની ભારત બેન્ઝ ટ્રક દૂરથી આવતી નજરે પડતાં વોચમાં ઊભેલ ઝાલોદ પોલીસની ટીમ સાબદી બની હતી. અને નજીક આવતા જ પોલીસે ટ્રકને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તે વખતે ટ્રકમાં ચાલકની સાથે બેઠેલ રાજસ્થાનના બામલી ગામનો બાબુસિંહ નંદાસસિંહ રાવત પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઇ ટ્રકમાંથી ઉતરી નાસી ગયો હતો. જ્યારે ટ્રકના ચાલક રાજસ્થાનના બામલી ગામના રાજેન્દ્રસિંહ મોતીસિંહ રાવતને પોલીસે ચકમો આપી નાસી જાય તે પહેલાં જ ઝડપી પાડ્યો હતો. અને ટ્રકની તલાસી ગઈ ટ્રકમાં પથ્થરના કોલસાના થેલાની આડમાં સંતાડી રાખેલ રૂપિયા ૨૯,૯૭,૩૮૪/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ પેટીઓ નંગ-૫૩૪ માં ભરેલ નાની મોટી બોટલ નંગ-૧૫,૯૬૦ પકડી પાડી સાથે સાથે રૂપિયા ૨૫,૦૦૦/-ની કુલ કિંમતના પથ્થરના કોલસાના થેલા નંગ-૨૫૦ પકડી પાડી ચાલકની પાસેથી પકડેલ રૂપિયા ૧૫,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦,૦૦૦/-ની કિંમત ટ્રક મળી કુલ રૂપિયા ૪૦,૩૭,૩૮૪/- નો મુદ્દા માલ કબજે લઈ ઝાલોદ પોલીસે પીએસઆઇ સી કે સિસોદિયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ટ્રક ચાલક રાજસ્થાનના બામલી ગામના રાજેન્દ્રસિંહ મોતીસિંહ રાવત, બાબુસિંહ નંદા સિંહ રાવત, ટ્રકમાં દારૂ ભરાવી આપનાર રાજસ્થાનના ગુર્જરોકા ગામના નારાયણભાઈ કેશુજી ગુર્જર તથા ઇંગ્લીશ દારૂ મંગાવનાર વડોદરા ના બુટલેગર મળી કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બાકીનાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!