ઝાલોદ તાલુકાની નવા ચાકલીયા પગારકેન્દ્ર પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

દાહોદ તા.26/06/25

નવા ચાકલીયા પગારકેન્દ્ર શાળા, તાલુકો – ઝાલોદ, જિલ્લો – દાહોદની પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આંગણવાડી મુખ્ય સેવિકા હેતલબેન ડામોર, દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષક જીતુભાઈ લબાના, સી આર સી મેહુલભાઈ દરજી તેમજ શાળાના આચાર્યશ્રી હરીશકુમાર વાગડીયાના નેજા હેઠળ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
આ નિમિત્તે આંગણવાડીના બાળકો, બાલવાટિકા તથા ધોરણ 1 નાં બાળકોને ખૂબ ઉત્સાહ આનંદથી વધાવી પ્રવેશ આપવામાં આવ્યો, કીટ વિતરણ કરવામાં આવ્યું.
સરકારશ્રી દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણમાં મળતાં લાભોની જાણકારી આપવમાં આવી હતી , માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું, બાળકો વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પુર્ણ કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!