કાણાકુવા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાતાં એક મોટર સાયકલ ચાલકનું સ્થળ પર મોત.

:જેસાવાડાથી ધાનપુર તરફ જતા રોડ પર

કાણાકુવા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાતાં એક મોટર સાયકલ ચાલકનું સ્થળ પર મોત

જેસાવાડાથી ધાનપુર જતા રોડ પર આવેલ કાણાકુવા ગામે પટેલ ફળિયામાં રોડ પર પુરપાટ દોડી આવતી મોટરસાયકલ સામેથી આવતી એકટીવા સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકટીવા ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યાનું તેમજ પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ થયાનું સત્તાવાર જાણવા મળ્યું છે. ‌ પ્રાપ્ત વિગત અનુસાર એક મોટરસાયકલ ચાલક તેના કબજાની જીજે 20 એકે-9978 નંબરની પેશન પ્રો મોટરસાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી જેસાવાડાથી ધાનપુર તરફ જતા રોડ પર આવેલ કાણાકુવા ગામે પટેલ ફળિયામાં સામેથી આવતી આંબલી ખજુરીયા ગામના 48 વર્ષીય મનહરભાઈ ભારતસિંહ બામણીયાની જી જે 20 બીઇ-4394 એકટીવા મોટરસાયકલ સાથે સામેથી ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકટીવા ચાલક મનહરભાઈ બામણીયાને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે એકટીવા પર પાછળ બેઠેલ રમણી બેનને કપાળ તેમજ આંખના ભાગે ઇજાઓ થવા પામી હતી. આ સંબંધે આંબલી ખજુરીયા ગામના કરણસિંહ ભારતસિંહ બામણીયાએ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પેસન પ્રો મોટરસાયકલના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!