કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની વિવિધ શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી : કલેક્ટર યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ સુત્રને સાકાર કરવાનો સંદેશ આપ્યો

દાહોદ તા.૨૮

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલિ વિવિધ શાળાઓમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ઉપસ્થિત રહી અનેક વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જેમાં ઢાલ સિમલ પ્રાથમિક શાળા, કુંડા પ્રાથમિક શાળા તેમજ વાસીયા માધ્યમિક સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નિમિતે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષેના વાર્ષિક પરિણામમાં શાળામાં પ્રથમ નંબર મેળવ્યો હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, દ્ગદ્ગસ્જી, જ્ઞાન સાધનામાં સ્કોલરશીપ મેળવનાર તથા શાળામાં ગયા વર્ષે ૧૦૦% હાજરી આપી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ઉપસ્થિત સૌ વાલીઓ, વડીલો, ગામજનો તેમજ બાળકોને પ્રેરણારૂપ સંદેશો આપતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ સુત્રને સાકાર કરવાનો સંદેશ આપ્યો હતો. આ સમયે કલેક્ટરશ્રી દ્વારા શાળા પરિસરની પણ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા શાળામાં ઉપસ્થિત જીસ્ઝ્ર સભ્ય, વાલી સભ્ય તથા શાળા કર્મચારીગણ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. શાળાની વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા ભૌતિક સુવિધાઓ જેવી મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!