સંજેલી તાલુકાના જસુણી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 ઉજવાયો : નાના બાળકોને પ્રવેશ મેળવતા જોઈ એક સ્વપ્નશીલ બાળપણ યાદ આવ્યું ડૉ ઉદય ટીલાવત
દાહોદ તા.૨૮
પ્રતિબધ્ધ ગુજરાત સરકાર દ્વારા 23 માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે દાહોદના માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત અને સંજેલી એપીએમસીના ડિરેક્ટર મહેન્દ્ર પલાસ જસુણી ગામના સરપંચ શ્રીમતી દીપિકાબેન પલાસ સી.આર.સી પીન્ટુભાઈ પ્રજાપતી ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો આ સાથે નાના ભૂલકાઓને ઉજવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી
તમામ બાલવાટિકા આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો
આમ આ કાર્યક્રમમાં સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મેડીકલ ઓફીસર શ્રી RBSK ટીમ CHO ગામના વડીલો શાળાના સંચાલન સમિતિના સભ્યો શાળાના આચાર્ય શિક્ષકગણ વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

