સંજેલી તાલુકાના નેનકી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
સંજેલી તા.૨૮
તા.27/06/2025 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે પ્રા.આ કેન્દ્ર સરોરી હસ્તક આવતા સબ સેન્ટર નેનકી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે માન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદયકુમાર ટીલાવટ ના અધ્યક્ષતામાં યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત ઈ.ચા.તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.જીગર ડામોર સાહેબ સંજેલી, મેડિકલ ઓફિસર શ્રી સરોરી. સ્કૂલ ના આચાર્ય શ્રી તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી ,આર બી.એસ કે મેડિકલ ઓફિસર શ્રી , સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ તથા શાળાનાં બાળકો, શિક્ષણ ગણ, વાલીઓ હાજર રહ્યા હતા
♦️ કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રવેશ અર્થે દાખલ થયેલા બાળકોને નોટ પેન, પુસ્તકો, આપીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દાહોદ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા શિક્ષણ, સ્વાસ્થ્ય બાબતે બાળકો તથા વાલીઓ, શિક્ષક ગણ ને માહિતી આપવામાં આવી હતી તથા હાજર આરોગ્ય સ્ટાફ ને બાળકોની શારીરિક તપાસ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

