ઝાલોદના ટીંબી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે ઈસમોએ એકને માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીંબી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખે એક યુવકને બે જેટલા ઈસમોએ રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી ગડદાપાટ્ટુનો માર મારી તેમજ હથિયાર વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સજ્જનગઢ તાલુકામાં ખુટા ગામે રહેતાં તોલસીંગભાઈ કલસીંગભાઈ મુનિયા તથા તેમના પરિવાજનોના સદસ્યો સાથે પોતાના ગામમાં રહેતાં ગૌમતભાઈ કલસીંગભાઈ મુનિયા અને રમેશભાઈ કલસીંગભાઈ મુનીયા સાથે ઘરે મકાન બાબતે બોલાચાલી તથા ઝઘડો થયો હતો. ત્યારે ગત તા.૩૦મી જુનના રોજ જ્યારે તોલસીંગભાઈ મોટરસાઈકલ પર સવાર થઈ મજુરી કામ કરી પરત પોતાના ઘરે આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં ઝાલોદના ટીંબી ગામે અનાસ નદી વિસ્તાર ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ગૌમતભાઈ તથા રમેશભાઈએ મોટરસાઈકલ પર તોલસીંગભાઈનો પીછો કરતાં હતાં તેવામાં તોલસીંગભાઈ સંતાઈ ગયાં હતાં અને સ્તોલસીંગભાઈને સંતાઈ ગયેલા જાેઈ ગૌતમભાઈ તથા રમેશભાઈએ તોલસીંગભાઈ પાસે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા વિરૂધ્ધમાં કસારવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ અપાવેલ છે, તેમ કહી ઝપાઝપી કરી ગડદાપાટ્ટુનો માર મારી હાથમાના હથિયાર વડે તોલસીંગભાઈને ગળાના ભાગે મારી ઈજા પહોંચાડી બેભાન કરી દીધાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત તોલસીંગભાઈ કલસીંગભાઈ મુનિયાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

