દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બહુચરાજી બસ શરૂ કરવા માટે ગૃહરાજ્ય મંત્રીને ભલામણ પત્ર લખ્યો
દાહોદ તા.૦૧
દાહોદના બસ સ્ટેશને ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બસો મોટી માત્રામાં આવે છે. દાહોદ બસ ડેપોની આવક પણ નોંધપાત્ર છે ત્યારે અહિંયા બહુચરાજીને માનવાવાળો વર્ગે મોટો છે. આ બાબત ધ્યાને લઈ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી અનેદાહોદથી પવિત્રધામ બહુચરાજી દર્શનાર્થે જવા આવવા માટે નવી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથેનો ભલામણ પત્ર લખ્યો છે.
દાહોદ બસ ડેપો ગુજરાત રાજ્ય આખામાં આવકની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન રાખે છે. અહિંયાથી રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુસાફરો સાથે જીલ્લાના લોકો મોટી સંખ્યામાં બસ દ્વારા આવાગમન કરે છે ત્યારે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને બહુચરાજી જવા આવવા માટે બસની સુવિધા ન હોવાનું તેમજ આ પવિત્ર ધામ બહુચરાજી જવાવાળા શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી ધારાસભ્યએ રાજ્યની ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને ભલામણ પત્ર લખ્યો છે તેનામાં જણાવાયું છે કે મારામત વિસ્તાર દાહોદથી ગુજરાતના પવિત્રધામ બહુચરાજી દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે જેથી દાહોદ બસ ડેપોથી બહુચરાજી નવીન બસ રાત્રીના સમયે શરૂ કરવી અને શ્રદ્ધાળુઓને સારી સુવિધા વાળી બસ ચાલુ કરવા ભલામણ છે આ મુજબનો ભલામણ પત્ર લખાતા આવનાર દિવસોમાં આ બસ શરૂ થશે તેમ જાેવાઈ રહ્યું છે.

