દાહોદ શહેરમાં ગરબાડા ચોકડી ખાતે આવેલ શાક માર્કેટની દુકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂપીયા ૭૨ હજારની મત્તાની ચોરી
દાહોદ તા.૦૪
દાહોદ શહેરમાં ગરબાડા ચોકડી ખાતે આવેલ શાક માર્કેટ ખાતે એક દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂપીયા ૭૦,૦૦૦ તથા એક સેટઅપ બોક્સ મળી કુલ રૂા.૭૨,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ વિસ્તાર ખાતે આવેલ સિંધી સોસાયટી ખાતે રહેતાં અને દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે આવેલ શાક માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી નિતીનભાઈ મહેશકુમાર ધર્માણીની દુકાનમાં ગત તા.૩૦ જુનના રોજ અજાણ્યા ચોર ઈસમોએ નિતીનભાઈની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનના પાછળના ભાગે આવેલ બારી તોડી દુકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યાે હતો અને દુકાનમાં મુકી રાખેલ તિજાેરીનું લોક તોડી અંદરથી રોકડા રૂપીયા ૭૦,૦૦૦ તથા એક સેટઅપ બોક્સ કિંમત રૂા.૨૦૦૦ મળી તસ્કરો કુલ રૂા.૭૨,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નિતીનભાઈ મહેશકુમાર ધર્માણીએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

