સિમેન્સ લોકોમોટીવ પ્રોજેક્ટ રેલવે કારખાના દાહોદમાં ભરતી મેળાનું આયોજન

દાહોદ તા.૦૭

આજરોજ સિમેન્સ લોકોમોટીવ પ્રોજેક્ટ રેલવે કારખાના દાહોદમાં લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા ભરતી મેળા માટે જાહેરાત કરી હતી તેમાં 4,000 થી વધુ બેરોજગાર લોકો તેમના બાયોડેટા સાથે પરેલના સાત રસ્તા મેદાનમાં આવ્યા હતા અને દરેક વ્યક્તિ ડિસિપ્લિનમાં જોવાયા હતા. અને ખરેખર બેરોજગારીનું પ્રમાણ દાહોદ જિલ્લામાં અનહદ રીતે વધતું જઈ રહ્યું છે તે ખરેખર આજે જોવા મળ્યું. સિમેન્સ કંપનીમાં HR ડિપાર્ટમેન્ટની માંગ લાંબા સમયથી ચાલુ હતી. જે પ્રક્રિયા રોકાઈ ગયેલ હતી જેને ધ્યાનમાં લઇ આજે મોટી સંખ્યામાં બેરોજગાર લોકો તેમનો બાયોડેટા આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા આયોજનને સફળ રીતે પાર પાડવામાં આવ્યો જેમાં સિમેન્સમાં હોદ્દેદાર દ્વારા તમામના રીઝયુમ સ્વીકારી અને લાયકાત તેમજ જરૂરિયાત પ્રમાણે આવનાર ભરતીમાં આવેલ ડોક્યુમેન્ટ ને ધ્યાને લેવામાં આવશે તેવું સૂચન સિમેન્સ કપનીના પદઅધિકારી દ્વારા લોકલ ભરતી સમિતિ આયોજન સમિતિને આશ્વાસન આપેલ છે. દાહોદ જિલ્લામાંથી પધારેલ બેરોજગાર નવયુવાનો દ્વારા સમિતિ નો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!