સંસ્કાર વિદ્યાલય સંજેલી ના મકાનના ધાબા ઉપર બીજા માળે ટિટોડીએ ઈંડા મૂકતા આશ્ચર્ય !


કપીલ સાધુ
સંજેલી તા.૦૭
ગામડાના લોકો અને ખેડૂતો પરંપરાગત રીતે હવામાનની આગાહી (Weather forecast) કરવા માટે કુદરતી સંકેતોનો સહારો લેતા હોય છે. જેમાં ટીટોડીના ઇંડા (Sand Piper Egg) દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે.સામાન્ય રીતે ટીટોડી 3 થી 4 ઈંડા મુકતી હોય છે, ત્યારે 4 ઈંડા મુકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે. વરસાદના પરંપરાગત આવાગમન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ વરસવાનું અનુમાન હોય છે. પરંતુ ઊંચાઈએ ટિટોડી ઈંડા મુકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મુકે તો ચોમાસુ વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે. જોકે ટીટોડી ઉંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે ….

