મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંતરામપુર ખાતે પ્રાર્થના સભામાં શિક્ષણમંત્રીના પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તા.૦૭

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના પૂજ્ય પિતાશ્રીના દુઃખદ અવસાન નિમિત્તે સંતરામપુર ખાતે પ્રાર્થનાસભા બેસણાંમાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ડિંડોર પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. આ તકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત વિવિધ આગેવાનો, સંસ્થાઓએ શોક સંદેશ પાઠવી દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રીશ્રીના મોટાભાઈ સોમાભાઈ મોદી, મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીશ્રીઓ, દાહોદ ના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સાથે 200 થી વધુ લોકો એ શોક સંદેશ પાઠવ્યા હતા જેમા દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત તેમજ કેન્દ્ર ના અનેક મંત્રી ઓ, ધારાસભ્યશ્રીઓ, શિક્ષણ જગત સાથે સંકળાય સામાજિક સંસ્થાઓ, વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ, બિઝનેસમેન, સહિત ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તેમજ અનેક સંતો મહંતોએ શોક સંદેશ પાઠવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!