અનલોક-૪માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ

દાહોદ તા.૩૧
કોવીડ – ૧૯ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અનલોક-૪ની ગાઇડ લાઇન જાહેર કરી છે તે સંદર્ભમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે એક સંદેશ દ્વારા નાગરિકોને અનલોક-૪માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનલોક -૪ અંતર્ગત જે માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે તે ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધીની છે. જેમાં શાળા-કોલેજો, કોચીંગ ઇન્સ્ટીટયુટ બંઘ રહેશે. જયારે ઓનલાઇન શિક્ષણની કામગીરી ચાલુ રહેશે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટરો પણ આ માર્ગદર્શીકા મુજબ બંઘ રહેશે.
તેમણે ઉમેર્યું કે, કન્ટેઇનમેન્ટ વિસ્તારો અને ભવિષ્યમાં જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે તે તમામ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે. આંતરજિલ્લા અને આંતરરાજય મુસાફરી કરવાની થાય તો કોઇ પણ પ્રકારનો પ્રતિબંઘ નથી.
તેમણે જણાવ્યું કે, અનલોક-૪માં પણ કોરોના સંદર્ભે તમામ સાવચેતીનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. કોરોના સંક્રમણથી બચવા જેમની ઉંમર ૬૦ કે તેથી વધુ છે તેવા વડીલો અને જેમને અન્ય મોટી બિમારીઓ છે તેવા વડીલો તો ખાસ, સગર્ભા મહિલાઓ અને દસ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પણ ઘરમાં જ રહે -રીવર્સ કવોરન્ટાઇન થાય તે ખૂબ જરૂરી છે. જાહેર જગ્યાએ કે મુસાફરી કરતા સમયે લોકો માસ્કનો ઉપયોગ ફરજીયાત કરે. સાથે દુકાનો કે જાહેર જગ્યાઓએ ૬ ફૂટનું અંતર જાળવી રાખે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: