છૂટક વેચાણ માટે મધ્ય પ્રદેશથી વિદેશી દારૂ ખરીદી કરી દાહોદ લાવતી ચાર મહિલાઓ ભગિની સમાજ પાસે પકડાઇ.
દાહોદ
છૂટક વેચાણ માટે મધ્ય પ્રદેશથી વિદેશી દારૂ ખરીદી કરી દાહોદ લાવતી ચાર મહિલાઓ ભગિની સમાજ પાસે પકડાઈ.
દાહોદમાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ સામે જિલ્લા પોલીસ વડા તથા તેમની ટીમે સતત રીતે કડક વલણ અપનાવતા ચોક્કસપણે દારૂની હેરાફેરી તેમજ વેચાણમાં જિલ્લા સ્તરે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ ધંધામાં મહિલાઓ જોતરાઈ હોવાનું સાબિત કરતી ઘટનામાં દાહોદ એલસીબી પોલીસે ગઈકાલે મધ્યપ્રદેશના પીટોલ ખાતેના દારૂના એક ઠેકા પરથી વેચાણ માટે વિદેશી દારૂની બોટલો હાથ થેલીઓમાં ભરી લાવતી ચાર જેટલી મહિલાઓને દાહોદ ભગીની સમાજ પાસે રોડ પરથી રૂપિયા ૨૦ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી જેલ ભેગી કર્યાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની કડક સૂચનાના અમલ રૂપે દાહોદ એલસીબી પોલીસ વિદેશી દારૂની જિલ્લામાં થતી હેરાફેરી તેમજ વેચાણ પર બાજ નજર રાખી રહી છે. તેવા સમયે ગઈકાલે મોડી સાંજે દાહોદ એલસીબી પોલીસ શહેરમાં સ્ટેશન રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે વખતે છૂટક વેચાણ માટે મધ્યપ્રદેશના પીટોલ ગામના દારૂના એક ઠેકા પરથી ઇંગ્લિશ દારૂના જથ્થાની ખરીદી કરી પોતાની પાસેની હાથ થેલીઓમાં ભરી કોઈ વાહનમાં બેસી દાહોદ આવી દાહોદના ભગીની સમાજ પાસે વાહનમાંથી ઉતરી પોત પોતાના ઘરે જવાની તૈયારીઓ કરી રહેલી દાહોદ તાલુકાના છાપરી ગામના નિશાળ ફળિયાની ૨૭ વર્ષીય રીનાબેન ઉર્ફે ટીનાબેન હિંમતભાઈ કાળુભાઈ નીનામા, દ્રષ્ટિ નેત્રાલય પાછળ આવેલ સાક્ષી પાર્કમાં રહેતી ૩૫ વર્ષીય ગાયત્રીબેન વિજેન્દ્રભાઈ ગોપાલભાઈ સિસોદિયા (સાંસી), દ્રષ્ટિ નેત્રાલય પાછળ સાક્ષી પાર્કમાં રહેતી ૩૫ વર્ષીય શર્મિલાબેન ગોપાલભાઈ પ્રતાપભાઈ સાંસી, તથા દાહોદ દર્પણ ટોકીજ રોડ પર રહેતી ૩૫ વર્ષીય મીનાબેન નગીનભાઈ તારાચંદ સિસોદિયા (સાંસી) પેટ્રોલિંગમાં નીકળેલ એલસીબી પોલીસને જોઈ આઘી પાછી થવાની કોશિશ કરતા પોલીસને તે ચારે મહિલાઓની હિલચાલ શંકાસ્પદ લાગતા એલસીબી પોલીસ ચારે મહિલાઓની પાસેની હાથ થેલીઓ તપાસી તેમાંથી રૂપિયા ૨૦,૧૯૦/-ની કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયરની કુલ બોટલ નંગ-૯૩ પકડી પાડી કબજે લઈ ઉપરોક્ત ચારે મહિલાઓની અટકાયત કરી દાહોદ એ ડિવિઝન પોલીસને સુપરત કરતાં દાહોદ એ ડિવિઝન પોલીસે આ મામલે પકડાયેલ ઉપરોક્ત ચારે મહિલાઓ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Become our affiliate and watch your wallet grow—apply now! https://shorturl.fm/qWWf1
Drive sales, collect commissions—join our affiliate team! https://shorturl.fm/Z40Aa