સંજેલી તાલુકા મથકે આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

સંજેલી તાલુકા મથકે આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પટાંગણમાં પ્રાર્થના સભામાં શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે બાળકોને ગુરુ મહિમા વિશે માહિતી આપી હતી. જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો આ ભાગ છે. ગુરુ આપણને જ્ઞાન ની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે. તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે. જીવનમા આવતા અનેક પડકારો સામે લડવાની સાચી સમજ આપે છે. ગુરુ આપણને જ્ઞાન અને સત્યના માર્ગે આગળ વધવા માટેની ભૂમિકા ભજવે છે.

“ગુરુ ગોવિંદ દોઉ ખડે , કાકે લાગૂ પાય, બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દિયો બતાય ” અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જાય અજ્ઞાન થી જ્ઞાન તરફ દોરી જાય એ સાચા ગુરુ… એની સમજ શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાડા દ્વારા આપવામાં આવી હતી. સાથે સાથે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

One thought on “સંજેલી તાલુકા મથકે આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!