ફતેપુરા તાલુકાના બલૈયા માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” કાર્યક્રમ યોજાયો.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના બલૈયા માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” કાર્યક્રમ યોજાયો

ઘર આંગણે આવતી સરકારની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરતા ધારાસભ્ય રમેશભાઈ કટારા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં  ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત બલૈયા ગામની પ્રાથમિક  શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. જેમા સરકારની વિવિધ યોજનાઓનો ઘર આંગણે મળતો લાભ લેવા લાભાર્થીઓને વિનંતી કરી હતી.ગુજરાત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી નિમિત્તે ધરતી આંબા જન જાતિય ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવી છે જેમાં છેવાડાના વિસ્તાર સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજાને ઘર આંગણે મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આવો જ એક કાર્યક્રમ ફતેપુરા તાલુકાના બલૈયા કૃષિ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાંઆઈ.સી.ડી.એસ વિભાગની વિવિધ યોજનાકીય લાભ વિશે તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા THR ની વિવિધ વાનગીઓનું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા કલસ્ટરમા    સમાવિષ્ટ આઇ.સી.સી.ડી.એસ વિભાગ, આઈ.સી.ડી.એસ આધાર કીટ, ખેતીવાડી વિભાગ, આધારકાર્ડ, પશુપાલન, આવક પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, બી.પી.એલ દાખલા, આકારણી, રહેઠાણ અંગેના દાખલા, ઓળખાણ અંગેના દાખલા, પુન: લગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત ૧૫ જેટલા વિભાગોમાં લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુ થી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  મામલતદાર વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી પુનમ ડામોર, સરપંચો, તાલુકા પંચાયત સભ્ય, તાલુકા આરોગ્ય અધિકારી ડો .આમલીયાર પશુપાલન અધિકારી ડો. સંગાડા બી.આર.સી બેંક મેનેજર સહિત ગામના આગેવાનો  કાર્યકર હાજર હતા.

One thought on “ફતેપુરા તાલુકાના બલૈયા માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” કાર્યક્રમ યોજાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!