આજથી દાહોદની દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનો આરંભ

દાહોદ

દાહોદ દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દ્વારા આજરોજ તારીખ ૧૦-૭-૨૦૨૫ ગુરૂવારથી દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનો આરંભ થયો છે. જે તારીખ ૩૧-૭-૨૦૨૫ સુધી ચાલશે. જેમાં દરરોજ સવારના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ચાકલીયા રોડ દાહોદ જીઆઇડીસી પાસે આવેલ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મોતિયાના મફત ઓપરેશન કરવામાં આવશે. આ નેત્ર યજ્ઞનો દાહોદ શહેર અને જિલ્લા અને જિલ્લા બહારના આસપાસના ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લે તે માટે આ સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોતિયા, ઝામર, ત્રાંસી આંખ, પડદા, પરવાળા, બાળ મોતીયા જેવી આંખની તમામ તકલીફ વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઓપરેશન વાળા દર્દીઓ માટે જમવાનું, રહેવાનું તેમજ નેત્રમણી સાથે અત્યંત આધુનિક અને અધ્યતન સગવડોથી સજ્જ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તપાસ કરાવવા આવનાર દર્દીઓએ પોતાનું રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે એક સગાને લાવવો ફરજિયાત છે. દ્રષ્ટિ નેત્રાલય દાહોદના પ્રબંધક ડાયરેક્ટ ડોક્ટર શ્રેયાબેન મેહુલભાઈ શાહ દ્વારા આ અંધાપા નિવારણમાં સ્વયં લોકો લાભ લે તેમજ છેવાડાનો માણસ અંધ ના રહી જાય તે માટે કાયમી આંખના નિદાન, ઓપરેશનની સગવડનો જનતાને લાભ લેવા જણાવાયું છે.

One thought on “આજથી દાહોદની દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનો આરંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!