દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરાયું
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં અગાઉ થોડા સમય પહેલા પડેલા વરસાદ ના કારણે ઘણા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. જેથી કરીને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિ પામેલ રસ્તાઓનું સમારકામ કરાયું હતુ.
કલેકટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે દરમ્યાન બોરવાણી, બીલવાણી-સિંગાપુર રોડ, મોટી કૂણી સારમારિયા રોડ તેમજ સંજેલી તાલુકા માં આવેલ ગોઠીબ-બટકવાડા રોડ પરના રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં જરૂરીયાત મુજબ આર. & બી. ટીમ દ્વારા સીસી વર્ક, પેચ વર્ક, વેટમિક્સ મટીરિયલ, પેવિંગ બ્લોક વગેરે કામગીરીને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.


Your audience, your profits—become an affiliate today! https://shorturl.fm/mNEEU