દાહોદના રળીયાતી ગામે અગમ્યકારણોસર ત્રણ ઈસમોએ એક મહિલાને ધારીયા તેમજ લાકડીથી માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના રળીયાતી ગામે અગમ્યકારણોસર થયેલ ઝઘડા તકરારમાં ત્રણ જેટલા ઈસમોએ એક મહિલાને ધારીયા વડે તેમજ લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
દાહોદના રળીયાતી ગામે ઓળી આંબા ફળિયામાં રહેતાં પાર્વતીબેન રામજીભાઈ માવી અને તેઓના ગામમાં રહેતાં અજયભાઈ રમેશભાઈ, મેસુભાઈ રમેશભાઈ અને સાહિલભાઈ મેસુભાઈ ત્રણેય જાતે માવીનાઓ અને પાર્વતીબેન વચ્ચે ગત તા.૦૬ જુલાઈના રોજ અગમ્યકારણોસર ઝઘડો તકરાર થયો હતો ત્યારે એકદમ ઉશ્કેરાયેલ ઉપરોક્ત ત્રણેય ઈસમોએ પાર્વતીબેનને ધારીયા વડે તેમજ લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત પાર્વતીબેન રામજીભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share your unique link and cash in—join now! https://shorturl.fm/M0FDr