કલેક્ટર યોગેશ નિરગુડેએ દાહોદ તાલુકાના બોર્ડર વિલેજના જૂનાપાણી ગામ ખાતે સરકારની મંજૂર થયેલ નવીન દૂધઘર તેમજ ગોડાઉન બાંધકામ કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી
દાહોદ તા.૧૨
કલેકટર યોગેશ નિરગુડે તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી, દ્વારા દાહોદ તાલુકાના બોર્ડર વિલેજના જૂનાપાણી ગામ ખાતે સરકારમાંથી મંજૂર થયેલ નવીન દૂધઘર તેમજ ગોડાઉન બાંધકામ કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી હતી.
વધુમાં પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે મંજૂર થયેલ સીમાંત ખેડૂતો માટે બકરા એકમ સહાય (૪+૧)ના લાભાર્થીઓ જોડે રૂબરૂ મુલાકાત કરી યોજના દ્વારા થયેલ લાભો વિશે માહિતી મેળવી હતી.
તદુપરાંત પ્રાયોજના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય સ્તરીય ડેરી કો-ઓપરેટીવ ક્ષમતા નિર્માણના ભાગરૂપે ચાફકટર સહાય આપવાની યોજના અંતર્ગત ચાફકટર તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે ગ્રાસ કટર મશીન આપવાની યોજના દ્વારા ગામના પશુપાલકોને થઈ રહેલ ફાયદાની માહિતી મેળવી હતી.
સાથોસાથ ગામમાં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી તેમજ પશુપાલન શાખા મારફતે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ બોર્ડર વિલેજના આદિજાતિ શિક્ષિત બેરોજગાર લાભાર્થીઓને દુધાળા પશુ આપવાની યોજના માટે લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.


Sign up and turn your connections into cash—join our affiliate program! https://shorturl.fm/yhDwz
Boost your income—enroll in our affiliate program today! https://shorturl.fm/cliZe