નામદાર નાલસા, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ અદાલતો ખાતે યોજાયો નેશનલ લોક અદાલત કાર્યક્રમ : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના અથાક પ્રયાસોના ભાગરૂપે વિવિધ પ્રકારના કેસોનું કરાયું સમાધાન


દાહોદ તા.૧૪

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના અધ્યક્ષ સાહેબશ્રી તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી જે.એન.વ્યાસ સાહેબશ્રી અને ચોથા એડી. સીનીયર સીવીલ જજ સાહેબશ્રી જી.સી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ સઘળા પ્રયાસોથી દાહોદના ચોથા એડી. સીનીયર સીવીલ જજ સાહેબશ્રી જી.સી.વાઘેલાની કોર્ટમા પેન્ડીંગ ટાર્ગેટેડ દિવાની દાવો સ્પે.દિ. નં. ૧૬/૨૦૦૫ ના કામે પક્ષકારો વચ્ચે નેશનલ લોક અદાલતમા સુખદ સમાધાન થયેલ છે.

કેસની વિગત એવી છે મોજે દાહોદમાં ચાકલીયા રોડ ફાટક પાસે વા સ્વતંત્ર માલિકી કબજા ભોગવતાનો પ્લોટ આવેલ હતો જેમાં દાવાના પ્રતિવાદીઓએ પ્લોટની જગ્યાને કોર્ડર્ન કરી પાકી બાઉન્ડ્રી કરવા માટેની તૈયારી કરતા તેની જાણ વાદીઓને થતા વાદીએ જાહેરાત તથા જાથુના મનાઈ હુકમ માટેનો દાવો તા. ૦૨/૦૫/૨૦૦૫ના રોજ દાહોદ મુકામે દાખલ કરેલ હતો.

જેમા ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી જે.એન.વ્યાસ, ચોથા એડી. સીનીયર સીવીલ જજ સાહેબશ્રી જી.સી.વાઘેલા, વાદીના વિ.વ.શ્રી જે.કે.પટેલ તેમજ પ્રતિવાદીના વિ.વ.શ્રી ડી.એસ.કાપડીયાએ સમાધાનની પ્રક્રિયામાં મહત્વની ભુમિકા ભજવતા સહીયારા પ્રયાસોથી સુમેળ કરાવતા પક્ષકારો વચ્ચે ૨૦ વીસેક વર્ષથી ચાલતા વિખવાદમા રાષ્ટ્રીય લોક અદાલતમા સુખદ નિરાકરણ આવેલ છે અને સુખદ સમાધાન થતા ૨૦ વર્ષ જુનો ટાર્ગેટ દાવો પુર્ણ થયેલ છે.

સદર કેસમા સમાધાન થતા બંન્ને પક્ષકારો દ્વારા ખુશીની લાગણી વ્યકત કરવામાં આવેલ છે અને લોક અદાલતનો હેતુ બંને પક્ષકારોને ખુશી આપવાનો છે અને ‘ન કોઈ ની હાર અને ન કોઈ ની જીત” નો સિધ્ધાંતનો વિજય થયેલાનું જણાવાય છે.

One thought on “નામદાર નાલસા, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ અદાલતો ખાતે યોજાયો નેશનલ લોક અદાલત કાર્યક્રમ : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના અથાક પ્રયાસોના ભાગરૂપે વિવિધ પ્રકારના કેસોનું કરાયું સમાધાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!