ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે : તારીખ 19.7.2025 થી તારીખ 22.7.2025 સુધી જમન જમાડવાની ખીદમત કરવામાં આવશે
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તા.૧૪
રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે બાબજી શહિદ સૈયદી ફખરુદ્દીન શહીદના ઉર્સના મોકે પર દુનિયામાં માંથી દાઉદી વ્હોરા સમાજના લોકો હાજર થતા હોય છે ઝાલોદ મુકામે આરટીઓ ઓફિસ બાયપાસ પર ઝાલોદના હિઝબે બાબજી ગ્રુપ અને ઝાલોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉર્સના મોંકે પર ઝાલોદ થી પસાર થતા દરેક દાઉદી વ્હોરા સમાજને આકા મોલા તરફથી જમણ જમાડવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવે છે આ સાલ પણ ઉર્સના મોંકે પર તારીખ 19 જુલાઈ 2025 થી તારીખ 22 જુલાઈ 2025 સુધી આકા મોલા તરફથી તમામ દાઉદી વ્હોરા સમાજના લોકો ને ઝાલોદ બાયપાસ પર આકા મોલા તરફથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવશે જેની તૈયારીઓ ઝાલોદ બાયપાસ આરટીઓ ઓફિસ આગળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

