દાહોદ વેસ્ટન રેલ્વે કર્મચારીઓની ધી જેક્શન કો-ઓપરેટીવ સોસાયટીના ક્લાર્કે રૂપિયા ૩૩.૬૪ લાખ ઉપરાંત ની ઉચાપત કરી
દાહોદ
રેલ્વે કર્મચારીઓની ધી જેક્શન કો-ઓપરેટીવ સોસાયટી. દાહોદ પરેલ શાખાના ક્લાર્કે તેની સોસાયટીના ખાતાધારકો તેમજ લોન ધારકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર ખોટા જામીનદારો બનાવી લોન પાસ કરી લોનની રકમ તેમજ ખાતા ધારકોની લોન ભરપાઈ કરવા આપેલ રોકડ તેમજ ખાતા ધારકોની ફિક્સ ડિપોઝિટ તેમજ યુપીઆઈ મારફતે મોકલેલ રકમ વગેરે મળી કુલ રૂપિયા ૩૩.૬૪ લાખ ઉપરાંતની માતબર રકમ સોસાયટીમાં જમા નહીં કરી પોતાના અંગત કામમાં વાપરી નાખી સોસાયટી તેમજ સોસાયટીના ખાતાધારકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત ધી જેક્શન કો. ઓપરેટિવ સોસાયટી ઓફ ધ એમ્પ્લોઇઝ ઓફ ધ વેસ્ટન રેલ્વે લિમિટેડ દાહોદની પરેલ શાખામાં જે તે સમયે ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) તરીકેની ફરજ બજાવતા અને વડોદરા ખાતેની દીપમંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ ઈશ્વરભાઈ પરમારે તારીખ ૪-૧૦-૨૦૨૩ થી તારીખ ૯-૭-૨૦૨૪ દરમિયાન તેની ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્કની ફરજ દરમિયાન તેની ધી જેક્શન કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના ખાતાધારકો તેમજ લોનધારકોને કોઈપણ ડોક્યુમેન્ટ વગર ખોટા જામીનદારો બનાવી પોતાની તેમજ બીજા ખાતાધારકોની પોતાની કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લોન પાસ કરી તે લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ ખાતાધારકોની લોન ભરપાઈ કરવા આપેલ રોકડ રકમ તેમજ યુપીઆઈ મારફતે ટ્રાન્સફર કરેલ રોકડ રકમ તેમજ ખાતાધારકોએ ફિક્સ ડિપોઝિટ કરવા આપેલ રોકડ રકમ તેમજ યુપીઆઈ મારફતે મોકલાવેલ રકમ મળી કુલ રૂપિયા ૩૩,૬૪,૯૦૫/-કો-ઓપરેટીવ સોસાયટીમાં જમા નહીં કરી તે રૂપિયા કોઈને પણ જાણ કર્યા વિના બારોબાર પોતાના અંગત કામમાં વાપરી નાખી ધી જેક્શન કો ઓપરેટિવ સોસાયટી ઓફ ધ એમ્પ્લોયઝ ઓફ ધ વેસ્ટન રેલવે લિમિટેડ સાથે તથા તેના ખાતાધારકો તેમજ લોન ધારકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાનું તપાસમાં બહાર આવતા દાહોદ રેલવે વર્કશોપમાં નોકરી કરતા અને દાહોદ ગોધરારોડ, જનતાકોલોનીમાં રહેતા ધર્મદિપ સિંહ મહિપતસિંહ ડોડીયાએ આ સંબંધે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે વડોદરા દિપ મંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ ઈશ્વરભાઈ પરમાર વિરુદ્ધ બી.એન. એસ. કલમ ૩૧૬(૨),૩૧૬(૫),૩૧૮ (૪) મુજબ છેતરપિંડી વિશ્વાસઘાત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Monetize your traffic with our affiliate program—sign up now! https://shorturl.fm/XRjkN
Become our partner and turn referrals into revenue—join now! https://shorturl.fm/Cpvvt