નડિયાદ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજનો ૪૦-દિવસીય ચાલીહા મહોત્સવ આજથી પ્રારંભ

નરેશ ગનવાણી નડિયાદ

સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલની સ્મૃતિમાં ૪૦-દિવસીય ઉપાસના વ્રત, ચાલીહા મહોત્સવનો પ્રારંભ આજ, બુધવારથી થઈ રહ્યો છે. સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે દર વર્ષે ૧૬ જુલાઈથી ૨૪ ઓગસ્ટ દરમિયાન આ પવિત્ર વ્રત રાખવામાં આવે છે.
આ અવસર પર સિંધી સમાજના લોકો ૪૦ દિવસ સુધી કઠોર વ્રત અને તપ કરીને ભગવાન ઝુલેલાલ પ્રત્યે પોતાની અતુટ શ્રદ્ધા પ્રદર્શિત કરશે. વ્રતના પ્રારંભે, મોટી સંખ્યામાં સમાજ બંધુઓ રાધા સિંધુ ભવન ઝુલેલાલ મંદિરે ઉમટી  પડશે જ્યાં તેમને કંગણી બાંધીને ૪૦-દિવસીય કઠોર વ્રતનો સંકલ્પ કરાવવામાં આવશે. ચાલીહા વ્રતના નિયમો અત્યંત કઠોર હોય છે જેમાં  વ્રતધારીઓ દિવસભરમાં ફક્ત એક જ સમય સાત્વિક ભોજન ગ્રહણ કરશે, જમીન પર સૂવું, વ્રતના ૪૦ દિવસ દરમિયાન વાળ અને દાઢી કપાવવાની મનાઈ હોય છે, કોઈપણ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ વર્જિત હોય છે, તામસિક ભોજન અને વસ્તુઓથી દૂર રહેવું, વ્રતધારીઓએ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહીને ભગવાન ઝુલેલાલની ઉપાસના કરવી પડશે.
આ ચાલીહા મહોત્સવ સિંધી સમાજમાં આસ્થા, ભક્તિ અને સમર્પણનું પ્રતિક છે, જ્યાં ભક્તો ભગવાન ઝુલેલાલના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરે છે. આ ૪૦ દિવસ દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

4 thoughts on “નડિયાદ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજનો ૪૦-દિવસીય ચાલીહા મહોત્સવ આજથી પ્રારંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!