સીંગવડ તાલુકાના વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં.

દાહોદ

સીંગવડ તાલુકાના વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં

કરિયાણાની દુકાનના તાળાં તૂટયાં: કરિયાણાનો સામાન તેમજ રોકડ મળી રૂપિયા ૧.૧૮ લાખની મત્તાનો હાથફેરો

ગતરોજ રાતે સિંગવડ તાલુકાના વણઝારીયા ગામે સોલંકી ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ કરિયાણાની એક બંધ દુકાનને નિશાન બનાવી દુકાનની શટરના તાળાં તોડી દુકાનમાંથી કરિયાણાનો સામાન તેમજ રોકડ રકમ, સાડીઓ તેમજ અન્ય રેડીમેડ કપડા વગેરે મળી કુલ રૂપિયા ૧.૧૮ લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર થઈ ગયાનું સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ રાત્રિના સાડા સાત વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યા સુધીના સમયગાળામાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં ઘરફોડ ચોરી કરવાના મક્કમ ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય વીણાબેન વિનોદકુમાર સોલંકીની કરિયાણાની બંધ દુકાનને નિશાન બનાવી હતી. અને દુકાનની શટરના તાળાં તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. અને દુકાનમાંથી રૂપિયા ૧૦,૦૦૦/-ની કિંમતના તેલના ડબ્બા નંગ-૧૦, કાઉન્ટરમાંથી રૂપિયા ૨૫ હજારની રોકડ, રૂપિયા ૧૦,૦૦૦/- ની કિંમતના વિમલના કાર્ટૂન નંગ-૨, રૂપિયા ૧૨,૦૦૦/-ની કિંમતના પાન મસાલા, તમાકુના પાર્સલ નંગ-૪, રૂપિયા ૬૦૦૦/-ની કિંમતના તિરુપતિ તેલના પ લિટર કાર્ટૂન નંગ-૮, રૂપિયા ૬૦૦૦/-ની કિંમતના રાણી તેલના ૫ લીટરના કાર્ટૂન નંગ-૮, રૂપિયા ૨૦૦૦/-ની કિંમતના રાણી તેલના ૧ લીટરના કાર્ટૂન નંગ-૧૨, તુવર, મગ, અડદ, મગની મોગર દાળના કટ્ટા નંગ-૪ , વાઘ બકરી ચ્હાના પેકેટો, વ્હીલ તથા નિરમા સાબુની પેટીઓ નંગ-૩, કપડાં ધોવાનો વ્હિલ
પાવડર તથા બીજા તમામ હળદર, પારલે બિસ્કીટ, બીડી, બ્રિસ્ટોલ સિગારેટ વગેરેનો રૂપિયા ૨૦,૦૦૦/-ની કુલ કિંમતનો કરિયાણાનો સામાન તેમજ રૂપિયા ૨૫,૦૦૦/-ની કિંમતના સાડી, બ્લાઉઝ, ચણીયા, ઓઢણીયો તથા નાના છોકરાના રેડીમેડ કપડા વગેરે મળી કુલ રૂપિયા ૧,૧૮,૦૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દુકાન માલિક વીણાબેન વિનોદકુમાર સોલંકીએ રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5 thoughts on “સીંગવડ તાલુકાના વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!