નડિયાદમાં કોમ્પ્યુટર શિક્ષણ પર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું

નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે, કોલેજના હિન્દી વિભાગ દ્વારા ‘આધુનિક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમ્પ્યુટરનું મહત્વ’ વિષય પર એક તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઇલાઇટ એકેડેમી, નડિયાદના સ્થાપક અને સંચાલક સુરજભાઈ ચાવડાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમ્પ્યુટરના વધતા જતા મહત્વ અને  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેએ પોતાના ઉદ્બોધનમાં કોમ્પ્યુટરના જ્ઞાનની વર્તમાન સમયમાં આવશ્યકતા પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં વધુ જાણકારી મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજમાં યોજાતા સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગના કન્વીનર ડો. સુરજબેન વસાવા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. કલ્પનાબેન ભટ્ટે મહેમાન વક્તા  સુરજભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.

6 thoughts on “નડિયાદમાં કોમ્પ્યુટર શિક્ષણ પર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!