દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સ્નેક રેસ્ક્યુઅર દ્વારા ઘાયલ ઝેરી નાગના રેસ્ક્યુ બાદ પશુ ચિકિત્સકે તેની સારવાર કરી
દાહોદ તા.૨૦
આજકાલ ચોમાસાની ઋતુમાં દરમાં પાણી ભરાતાં ઠેકઠેકાણે સર્પ નીકળવાના કિસ્સા વધતા હોય છે ત્યારે દેવગઢબારિયા ગુણા ગામમાંથી ફોન દ્વારા દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય ચિરાગ તલાટીને સાપ નીકળ્યો હોવાની જાણ થતા તેઓએ ઘરમાં જઈને તે સાપનું રેસ્ક્યુ કર્યું અને રેસ્ક્યુ કરાયેલ સર્પ ઝેરી એવો કોબ્રા સાપ(નાગ) હતો. રેસ્ક્યુ વખતે તેમના ધ્યાન આવ્યું કે એ ઝેરી નાગને પાછળના ભાગે કંઈક વાગ્યું હતું અને મોટો ઘા પડી ગયેલો. એટલે તેઓ વનવિભાગ સાથે મળીને આ કોબ્રા સાપને લઈને દેવગઢ બારીયા સ્થિત પશુના દવાખાને ગયા હતા ત્યાં ઉપસ્થિત પશુ ચિકિત્સકે આ ઝેરી નાગની ખૂબ સાવધાનીપૂર્વક સારવાર કરી હતી. આ નાગને શરીર પર ચાર ટાકા આવ્યા છે. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ અને વન વિભાગની ટીમ અને પશુ ચિકિત્સક દ્વારા સાપને સહીસલામત બચાવી લેવામાં આવ્યો છે.


https://shorturl.fm/DV991