ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
દાહોદ તા.૨૨
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે ત્યારે આ મામલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચૈતર વસાવાને તાત્કાલિક ધોરણે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ગતરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યાં હતાં અને જ્યાં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, તારીખ ૦૫.૦૭.૨૦૨૫ના રોજ એક મીટીંગમાં નજીવી બાબતે બલાલ થઈ હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને નજીવી બાબતે અને ખોટા કેસમાં ચૈતર વસાવાને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. આદિવાસીઓના નેતા ગણાતા ચૈતર વસાવા ગરીબ આદિવાસીઓના પડખે હરહંમેશ ઉભા રહે છે તેવા નેતાને ખોટા કેસમાં ફસાવી દઈ તેઓને જેલમાં મોકલવામાં આવ્યાં છે. માટે તેઓના સમર્થનમાં દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપી ચૈતર વસાવાને જેલમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.


https://shorturl.fm/iJgqY
https://shorturl.fm/Pvewg