ફતેપુરા તાલુકાના ઘટક-2 ના સરસ્વા સેજા ના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત લીધી

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તા.૨૩

દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં પ્રોગ્રામ ઓફિસરશ્રીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ તથા બ્લોક ન્યુટ્રીશન મેનેજર દ્વારા ફતેપુરા તાલુકાના ઘટક – 2 ના સરસ્વા સેજાના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં પૂર્ણાં યોજના અંતર્ગત ચોથા મંગળવારની ઉજવણી થીમ મુજબ કરવામાં આવી હતી. કિશોરીઓના પોષણ સ્તર વિશે ચર્ચા, કિશોરાવસ્થામા ખાસ ખોરાક લેવા તથા પોષક તત્વોનું મહત્વ, સમતોલ આહાર THR અને તેમાંથી બનતી વાનગીઓનું મહત્ત્વ, નિયમિત IFA ગોળી, વજન, ઊંચાઈ, HB જેવી મહત્વની બાબતો અંગે પરામર્શ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કિશોરીઓ સહિત ઉપસ્થિત સૌ દ્વારા વૃક્ષારોપણ કરાવામાં આવ્યું હતું. સાથે કિચન ગાર્ડનના મહત્વ અને ઉપયોગિતા વિશે સમજ આપવામાં આવી હતી.

9 thoughts on “ફતેપુરા તાલુકાના ઘટક-2 ના સરસ્વા સેજા ના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત લીધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!