ફતેપુરા તાલુકાના વટલી ગામે ડામોર ફળિયામાં તસ્કરો ત્રાટક્યા.
ફ્તેપૂરા
ફતેપુરા તાલુકાના વટલી ગામે ડામોર ફળિયામાં તસ્કરો ત્રાટક્યા
એક બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી રૂપિયા ૧.૬૫ ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી
ફતેપુરા તાલુકાના વડલી ગામે ડામોર ફળિયામાં ગત રાતે ત્રાટકેલા તસ્કરો એ એક બંધ મકાનને નિશાન બનાવી બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી અંદરના રૂમો ના તાળાં તોડી પૂજાના રૂમમાં તિજોરીના ખાનામાંથી રૂપિયા ૧.૬૫ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયા હોવાનું પોલીસે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના વડલી ગામના ડામોર ફળિયામાં રહેતા અને ખેતીવાડી કરતા 33 વર્ષીય રાહુલકુમાર વરસીંગભાઇ બામણીયા ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે પોતાના ઘરે તાળું મારી પરિવારજનો સાથે કોઈ સામાજિક પ્રસંગે હાજરી આપવા બહારગામ ગયા હતા અને બીજે દિવસે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ભરત ઘરે આવી ગયા હતા તે સમયગાળા દરમિયાન વટલી ગામે ડામોર ફળિયા માત્ર ત્રાટકેલા તસ્કરોએ રાહુલકુમાર વરસીંગભાઇ બામણીયાના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા. અને ઘરમાં રૂમોના તાળા તોડી રૂમોમાં મુકેલ સર-સામાન વેરવીખેર કરી, પૂજાના રૂમમાં મુકેલ તિજોરીના ખાનામાંથી રૂપિયા ૧.૬૫ લાખની કુલ કિંમતના સોના-ચાંદીના ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ઘરકોડ ચોરીનો ભોગ બનેલ વટલી ગામના ડામોર ફળિયામાં રહેતા રાહુલ કુમાર વરસીંગભાઇ બામણીયાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી, ડોગ સ્કોડ તથા એફએસીએલની મદદની માગણી કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/yWybl
https://shorturl.fm/cGmOG