દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા પાંચ આરોપીને ઝડપી પાડ્યાં

દાહોદ તા.૨૫

દાહોદ એલસીબી પોલીસે કોમ્બીંગ દરમ્યાન એકજ દિવસમાં છેલ્લા સાત વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા પાંચ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શને હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસે પોતાની કામગીરીમાં કોમ્બીંગ દરમ્યાન એકજ દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યાં છે જેમાં હાર્દિકભાઈ ધનજીભાઈ બરજાેડ (રહે. વલુન્ડી, તા.ફતેપુરા, જિ.દાહોદ) જેની વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધાંયેલ છે. સંજયભાઈ ઉર્ફે સંજુ જેસીંગબાઈ પટેલ (રહે. ભથવાડા, અંધારે ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) જેની વિરૂધ્ધ દાહોદ શહેર એ ડિનીઝન પોલીસ મથકે ગુનો નોંધાંયેલ છે. નુરાભાઈ જલીયાભાઈ મંડોડ (રહે.મધ્યપ્રદેશ) જેની વિરૂધ્ધ ગરબાડા પોલીસ મથકે ગુનો નોંધાંયેલ છે. પ્રકાશકુમાર ભારતસિંહ વાખળા (રહે. લખણા ગોજીયા, વાખળા ફળિયા, તા.ધાનપુર, જિ.દાહોદ) જેની વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંયેલ છે અને સંજયભાઈ ઉર્ફે પાંગો પર્વતબાઈ પટેલ (રહે. ભુવાલ, પો. જુના બારીયા કાકરોડ ફળિયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) જેની દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંયેલ છે. આ પાંચેય આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે અલગ અલગ સ્થળોએથી ઝડપી પાડી જેલ ભેગા કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2 thoughts on “દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા પાંચ આરોપીને ઝડપી પાડ્યાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!