દાહોદ તાલુકાના તણછીયા ગામે કાળી નદીના પુલ પર મોટરસાયકલ ની અડફેટે રાહદારી યુવકનું મોત
દાહોદ
દાહોદ તાલુકાના તણછીયા ગામે કાળી નદીના પુલ પર મોટરસાયકલ ની અડફેટે રાહદારી યુવકનું મોત
દાહોદ તાલુકાના તણછિયા ગામે કાળી નદીના પુલ પર પુરપાટ દોડી આવતી મોટરસાયકલ રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા ૪૦ વર્ષીય સ્થાનિક યુવકને અડફેટમાં લઈ રોડ પર પાડી દઈ નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવકનુ ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી શરૂ થયેલો ગમખ્વાર અકસ્માતનો સિલસીલો થમવાનું નામ લેતો નથી તેવા સમયે જી.જે. ૨૦બી.બી-૦૨૩૭ નંબરની હીરો હોન્ડા મોટરસાયકલનો ચાલક પોતાના કબજાની મોટરસાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી દાહોદ તાલુકાના તણછીયા ગામે કાળી નદીના પુલના પશ્ચિમ છેડા પાસે પગપાળા જઈ રહેલા તણછીયા ગામના જાંબુડી ફળિયામાં રહેતા બાબુભાઈ કાળીયા ભાઈ ભાભોર નામના ૪૦ વર્ષીય રાહદારી યુવકને અડફેટમાં લઈ રોડ પર પાડી દઈ પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં ૪૦ વર્ષીય બાબુભાઈ કાળીયા ભાઈ ભાભોરને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ કતવારા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મરણ જનાર બાબુભાઈ કાળીયાભાઈ ભાભોરની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ સંબંધે તણછીયા ગામના ડુંગરા ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ નુરાભાઈ ડામોરે કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે આ સંદર્ભે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


https://shorturl.fm/t5AZn