દાહોદ જિલ્લામાં અકસ્માત મોતના બનેલા બે બનાવોમાં એક યુવતી સહિત બેના અકાળે મોત.
દાહોદ
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા અકસ્માત મોતના બે બનાવોમાં એક પરણીત મહિલા તથા એક કિશોર મળી બે જણાના અકાળે મોત નીપજ્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા અકસ્માત મોતના બે બનાવો પૈકીનો એક બનાવ લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે રાત્રિના સમયે બનવા પામ્યો હતો. જેમાં ઈશ્વર ધાનપુર તાલુકાના કણઝર ગામના મૂળ રહેવાસી અને હાલ લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે ઘાટા ફળિયામાં રહેતા હિતેશભાઈ છત્રસિંહ તડવીની પત્ની ૨૦ વર્ષીય આશાબેન તડવીએ તારીખ ૨૨-૭-૨૦૨૫ ના રોજ રાત્રિના અગિયાર વાગ્યાથી તારીખ ૨૩-૭-૨૦૨૫ ના રોજ સવારના છ વાગ્યા દરમ્યાનના સમયગાળામા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરથી થોડે દૂર સાગના ઝાડ પર પોતાની જાતે પોતાની ઓઢણી બાંધી ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. આ સંબંધે ચૈડિયા ગામના ઘાટા ફળિયામાં રહેતા રાજુભાઈ જુવાનભાઇ પલાસે લીમખેડા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે જિલ્લામાં અકસ્માત મોતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના રળીયાતી ગુર્જર ગામે તારીખ ૨૨-૭- ૨૦૨૫ ના રોજ બપોરના બાર વાગ્યા ના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામના નદી ફળિયામાં રહેતા સુનિલભાઈ નિલેશભાઈ નીનામા નામનો ૧૭ વર્ષીય કિશોર કાળી નદીમાં હાથ ધોવા ગયો હતો. ત્યાં અચાનક તેનો પગ લપસી જતાં તે નદીના ઊંડા પાણીમાં પડતાં પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ગોલતોરા ગામના નદી ફળિયામાં રહેતા શંકરભાઈ ગલાભાઈ નીનામાએ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.


https://shorturl.fm/fez03
https://shorturl.fm/6uyea
https://shorturl.fm/Jayjo