બિરાસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ખાતે ત્રણ જિલ્લા ના નવનિયુક્ત સરપંચઓનો સન્માન અને માર્ગદર્શન સમારોહ યોજાયો : મોટી સંખ્યામાં સરપંચઓ હાજર રહ્યા

દાહોદ તા.૨૭

તારીખ 27 જુલાઈ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મીટીંગ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર માં ચુટાયેલા સરપંચશ્રીઓનો સન્માન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો,કાર્યક્રમની શરૂઆત ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી, નમન કરી કરવામાં આવી ત્યારબાદ ભવનના મંત્રી શ્રી સી આર સંગાડા દ્વારા આવેલ મહેમાનો અને નવિન સરપંચોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને વર્ષ દરમિયાન કરેલી ભવનની પ્રવૃત્તિઓ, આર્થિક બાબતો, સામાજિક બાબતો અને ભવન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિ ની માહિતી આપવામાં આવી, તેઓએ જણાવ્યું હતું કે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ માટે આર્થિક કટોકટી હોવા છતાં પણ ખૂબ સારા, સમાજ ને નવી ઉર્જા પૂરી પાડે તેવા કાર્યક્રમ લોક ભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરપંચોને શુભેચ્છાઓની સાથે ગ્રામ પંચાયતને વહીવટ ને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું પંચાયત ધારો, પંચાયતી રાજ,પંચાયતની યોજનાઓ વિષયને લઈ ખુબ ઊંડાણ પૂર્વક, વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રોડ રસ્તા, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ગ્રામ જ્યોતિ યોજના, વીજળી, સફાઈ, એ.ટી.વી.ટી.ના કામો, જિલ્લા આયોજન મંડળના કામો,ટ્રાયબ સબ પ્લાન યોજનાઓ,ગ્રામ કુટીર, તીર્થગામ,ગૌચર,પડતર જમીન, જિલ્લા મંડળની ગ્રાન્ટ, વિવેકાધીન ગ્રાન્ટમાં ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય આયોજનની ગ્રાન્ટ, મનરેગા યોજના, બોર્ડર વિલેજ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,ડી આર ડી એ ના કામો, પ્રાથમિક સુવિધા, ખૂટતી કડી, આરોગ્ય વિષયક બાબતો, શિક્ષણ ની સુવિધા,વિવિધ કચેરી ઓ સાથે સંકલન કેવી રીતે કરવું, પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટનું અગ્રિમતા આપી સદુપયોગ કેવી રીતે કરવો ગ્રામમાં નાનામાં નાના માણસનું કામ અગ્રિમતા આપી કરવું એ બાબતનું માર્ગદર્શનની સાથે નાનામાં નાના વંચિત થી વિકાસ વ્યક્તિનું કામ કેવી રીતે કરવું એ બાબતો ની ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી,
સાથે જ માહિતી અધિકાર અધિનિયમ, ખોટા આદિવાસી પ્રમાણપત્રો અંગે પણ વિસ્તૃત ચર્ચા પ્રવીણભાઈ પારગી દ્વારા અને ગૌતમભાઈ વાળવાઈ દ્વારા કરવામાં આવી આ અંગે લડત આપવા માટે સૌનો સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ સમારોહમાં નવા ચૂંટાયેલા સરપંચો પણ સાંભળવામાં આવ્યા હતા તે પણ પોતાની પડતી મુશ્કેલી ની વાત કરી ગામના વિકાસમાં પૂરતો પોતાનો શક્તિ અને સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી ગામના મોટા પ્રાણ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી તે પ્રશ્નો ઉકેલવા માટે જણાવ્યું.ગામ લોકોને નાના નાના ઝઘડાઓથી દૂર રહેવા,સમાજમાં એકરૂપતા આવે સંપ ભાવના કેળવાય લોકો નિર્વેશની બને રહેવા સમાજને ન્યાય આપવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નિવૃત્ત આઈ એ એસ. શ્રી આર એસ નિનામા, બી બી વહોનિયા નિવૃત્તિ આઈ એ એસ અધિકારી ની સાથે.પૂર્વ પ્રમુખશ્રી શીતલ બેન, ભવન ના અધ્યક્ષશ્રી કે. આર ડામોર.ડૉ અનિલ બારીયા, રૂપેશ ભાઈ ગરોડ. ફતેસિંહ ભાઈ વહોનિયા સહીત મોટી સંખ્યા મા આગેવાનો અને લોકો જોડાયા હતા અને આગામી સમય મા મોટા કાર્યક્રમ કરશુ તેમ જણાવી ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.
આજની આ મિટિંગમાં આદિવાસી સમાજ ના ખોટા ST પ્રમાણપત્રો મેળવી લઈને સરકારી નોકરીઓમાં દાખલ થયેલા અધિકારીઓ તેમજ જુદી જુદી ચૂંટણીઓમાં જીતીને હોદ્દેદારો બન્યા હોય તેવા, પેટ્રોલ પંપો સહિત સરકાર ની અન્ય યોજનાઓ નો લાભ લીધો હોય તેવા બોગસ આદિવાસી સર્ટિફિકેટ ધરાવતા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી થઈ તે બાબતે ચર્ચા થઈ હતી. બોગસ ST પ્રમાણપત્રો ના કારણે સમાજને ભયંકર નુકસાન થઈ રહ્યું છે તે બાબતે સૌ સરપંચશ્રીઓને વાકેફ કરવામાં આવ્યા હતા અને આ મુદ્દે સૌને વધુ સમજદારી કેળવી જરૂર પડે મદદરૂપ બનવા વિનંતી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ સરપંચ શ્રી ઓ એ પણ સમાજનું નુકસાન થતું હોય તેવી બોગસ સર્ટીફીકેટ ની બાબતે યથાશક્તિ મદદરૂપ બનવા ની ખાતરી આપી હતી.

10 thoughts on “બિરાસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ખાતે ત્રણ જિલ્લા ના નવનિયુક્ત સરપંચઓનો સન્માન અને માર્ગદર્શન સમારોહ યોજાયો : મોટી સંખ્યામાં સરપંચઓ હાજર રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!