ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લેનાર મહિલા ઝડપાઈ: ૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી ગીતાબેન દશરથભાઈ મોતીભાઈ વાદી  રહે. કપડવંજ ને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી છે. આરોપી પાસેથી રૂપિયા ૧,૯૮,૪૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગત ૨૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે, આ કામના આરોપીએ ફરિયાદી અને સાહેદોને વિશ્વાસમાં લઈ, “સપર્ણદોષ”ની વિધિ કરવાના બહાને વાતોમાં ભોળવી, વિમળાબેન પાસેથી બે તોલા વજનનો સોનાનો હાર અને રોશનીબેન પાસેથી સોનાની કડીઓ તથા પગમાં પહેરવાના ચાંદીના વેઢ નંગ-૨ સહિતના સોના-ચાંદીના દાગીના ધાર્મિક વિધિના બહાને લઈ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો.
આ ગુના માટે ૨૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ સી.સી.ટી.વી. ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મેળવવામાં આવી હતી. પો.કો. નિલેષકુમાર અને પો.કો. નિલેષભારથીને મળેલી બાતમીના આધારે, સી.સી.ટી.વી. અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગુનાને અંજામ આપનાર આરોપી ગીતાબેનની ઓળખ કરવામાં આવી. આરોપી ગીતાબેનને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી છે અને વધુ તપાસ માટે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. કબજે કરાયેલ મુદ્દામાલ: સોનાનો હાર નંગ-૦૧ દોરી સાથે રૂ. ૧,૯૦,૦૦૦ સોનાની કડીઓ નંગ-૦૨ રૂ. ૮,૦૦૦ ચાંદીના વેઢ નંગ-૦૨ રૂ. ૪૫૦ કુલ કિંમત: રૂ. ૧ લાખ ૯૮ હજાર ૪૫૦

10 thoughts on “ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લેનાર મહિલા ઝડપાઈ: ૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!