દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં ધમધમતા જુગાર ધામ પર બારીયા પોલીસનો સપાટો
દાહોદ
દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં ધમધમતા જુગાર ધામ પર બારીયા પોલીસનો સપાટો
રોકડ તેમજ મોબાઈલો મળી રૂપિયા ૪૫ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ૧૮ જુગારીયા પકડાયા
દેવગઢ બારીયાના જુગારનું હબ ગણાતા કાપડીના રાતડીયા ફળિયામાં એક રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દેવગઢ બારીયા પોલીસે ગત રાતે સપાટો બોલાવી સ્થળ પરથી રૂપિયા ૨૫ હજાર ઉપરાંતની રોકડ તેમજ ચાર જેટલા મોબાઈલ ફોન, પત્તાની કેટ નંગ-ચાર મળી રૂપિયા ૪૫,૩૬૦/ના મુદ્દામાલ સાથે ૧૮ જેટલા જુગારીયાઓને પકડી પાડી મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે. શ્રાવણ મહિનાનો આરંભ થતાં જ દાહોદ શહેર સહિત જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમવાનું આમ તો શરૂ થઈ જતું હોય છે. પરંતુ જુગાર પ્રત્યેની પોલીસની સક્રિયતાને કારણે જુગારીયાઓ શ્રાવણીયો જુગાર રમતા ડરી રહ્યા છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં જુગારનું હબ ગણાતા દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં રાતડીયા ફળિયામાં રહેતા યાકુબભાઈ કાળુભાઈ રાતડીયા નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં મોટા પાયે જુગાર રમાડતો હોવાની દેવગઢબારિયા પોલીસને બાતમી મળી હતી.જે બાતમીને આધારે દેવગઢબારિયા પોલીસની ટીમે ગતરોજ રાત્રિના સાત વાગ્યાથી રાત્રિના સવાર સવા નવ વાગ્યા દરમિયાન બાતમીમાં દર્શાવેલ દેવગઢ બારીયાના કાપડી વિસ્તારના રાતડીયા ફળિયામાં રહેતા યાકુભાઈ કાળુભાઈ રાતડીયાના રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર ઓચિંતો છાપો મારી સ્થળ પરથી જુગાર રમી રહેલા દેવગઢબારિયા કાપડી વિસ્તારના રાતડીયા ફળિયાના યાકુભાઈ કાળુભાઈ રાતડિયા, કાપડી પટેલ ફળિયાના અજીતભાઈ આદમભાઈ પટેલ, પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ ગામના બાકલિયા ફળિયાના સબીરભાઈ રસુલભાઈ ઘાંચી, કાપડી બાંડી ફળિયાના અજિતભાઈ નાના ભાઈ બાંડીબારીયા, કાપડી કડવા ફળિયાના ઈરફાન ઈબ્રાહીમ કડવા, ઇલ્યાસભાઈ મોહમ્મદભાઈ કડવા, કાપડી રાતડીયા ફળિયાના ટીમ ઈબ્રાહીમભાઇ આદમભાઈ રાતડીયા, ગોલ્લાવ ગામના બાટલીયા ફળિયાના તસ્લીમભાઈ ઇશાકભાઈ ઘાંચી, કાપડી ફાટક ફળિયાના સદ્દામ ભાઈ કાળુભાઈ શુક્લા, કાપડી ચાંદા ફળિયાના ઇમ્તિયાઝ અયુબભાઈ ચાંદા, કાપડી કડવા ફળિયાના યાસીનભાઈ ઈબ્રાહીમભાઇ કડવા, કાપડી લીંબોદરીયા ફળિયાના સઈદ ભાઈ ઈસુબભાઈ લીંબોદરીયા, કાપડી પટેલ ફળિયાના સાદિકભાઈ ઐયુબભાઈ, કાપડી ચાંદા ફળિયાના રિઝવાન ઉર્ફે જુડવો ઈસ્માઈલભાઈ ચાંદા, કાપડી પટેલ ફળિયાના અજીતભાઈ ઈસ્માઈલભાઈ રાતડીયા, કાપડી ફાટક ફળિયાના સદ્દામ ભાઈ રજાકભાઈ શુક્લા, સિરાજભાઈ મજીદભાઈ પિંજારા તથા કાપડી રાતડીયા ફળિયાના ઈકબાલભાઈ ફારુકભાઈ રાતડિયા મળી કુલ ૧૮ જેટલા જુગારીયાઓ ને નાસી જવાની કોઈપણ જાતની તક આપ્યા વિના ચારે બાજુથી ઘેરી લઈ પકડી પાડ્યા હતા. અને તેઓની અંગ ઝડતી લઇ રૂપિયા ૨૦,૭૯૦/- તથા રૂપિયા ૨૦,૦૦૦/-ની કુલ કિંમત ના અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-૪, તથા દાવ પરથી મળી આવેલ રૂપિયા ૪,૫૭૦/-, પત્તાની કેટ નંગ-૪ વગેરે મળી કુલ રૂપિયા ૪૫,૩૬૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દેવગઢબારિયા પોલીસે આ સંદર્ભે પકડાયેલા ઉપરોક્ત ૧૮ જેટલા જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.


https://shorturl.fm/lASEy
https://shorturl.fm/643Zb
https://shorturl.fm/d0mMe
https://shorturl.fm/OKbkq
https://shorturl.fm/KWBzb