પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો : વડાપ્રધાનના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત ના સંકલ્પને પૂર્ણ કરવામાં નાની-નાની બાબતોને પણ મહત્વ આપીને કામ કરવાનું છે : પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર




દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લા માં નવું નજરાણું તરીકે ઊભરી આવેલા આદિજાતિ મ્યુઝિયમ ખાતે દાહોદ પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાનું એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેનુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેની નીતિ આયોગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.
આ સંદર્ભે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરએ ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, આકાંક્ષી જિલ્લા તરીકે દાહોદ ની પસંદગી નીતિ આયોગ દ્વારા કરવામાં આવી હતી. અપાયેલા ૬ ઇન્ડિકેટર્સ મુજબ આપણા વહીવટી તંત્ર તેમજ તમામ કર્મચારી/અધિકારીશ્રીઓની અથાગ મહેનત થકી આ કાર્ય સફળતા પૂર્વક પાર પડ્યું છે. પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન શ્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત ના સંકલ્પને પૂર્ણ કરવામાં નાની-નાની બાબતોને પણ મહત્વ આપીને કામ કરવાનું છે. તમામ નાનામાં નાના માણસ સુધી સરકારી સહાય અને યોજના પહોંચે એ માટે આપણે સતત આગળ વધતા રહેવાનું છે.
આ સાથે તેમણે સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌ ખેડૂત મિત્રોને હાકલ કરી હતી. અને બહેનો પણ વિકસિત ભારતના આ વિઝન માં આત્મનિર્ભર બને અને દાહોદ ને વિકાસ તરફ આગળ લઇ જવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ દાહોદવાસીઓને તેમજ ઇન્ડિકેટરના મુદ્દાઓને ધ્યાને રાખી સંતોષકારક કામગીરી કરનાર સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, નાનામાં નાના માણસની ચિંતા સરકારે કરી છે. વિકાસ માટે પણ દાહોદ હવે આગળ ડગલું માંડી રહ્યું છે.
આ દરમ્યાન કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, મહેનત સૌની સહિયારી છે. સૌએ સાથે મળીને દાહોદ જિલ્લાને સોપાયેલ કામગીરી સફળતા પૂર્વક પાર પાડી છે. અને એનો શ્રેય સૌ કર્મચારી/અધિકારીઓને ફાળે જાય છે. આ કામ પછી આપણે અહીં અટકી જવાનું નથી. પરંતુ, હજી પણ આગળ વધીને વધારેમાં વધારે લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે એ માટે મથતા રહેવાનું છે. આકાંક્ષામાંથી વિકસિત દાહોદ બને એ તરફ પ્રયાસ કરવાના છે.
આ સમારોહ દરમ્યાન એસ્પીરેશનલ ડીસ્ટ્રીક બ્લોક ના મુદ્દાઓ માટે મહેનત કરનાર તમામ કર્મચારીઓ/અધિકારીશ્રીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર તેમજ ધારાસભ્ય શ્રી તમામ અને અધિકારીશ્રીઓ/અન્ય મહાનુભાવો દ્વારા આકાંક્ષા હાટની મુલાકાત સહિત ટ્રાયબલ મ્યુઝિયમ લેવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા,દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ફતેપુરા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત,જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારીયા,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સ્માર્ટ સીટીના સ્ટાફ સહિત તમામ સંકલન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


https://shorturl.fm/LscNR