જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ


દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લામાં કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.

દાહોદ જિલ્લામાં આગામી ૧૫મી ઑગસ્ટ-૨૦૨૫ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી લીમખેડા હસ્તેશ્વર હાઇસ્કૂલ ખાતે થશે. આ બેઠકમાં વિવિધ વિભાગે કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ,નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!