ખેડા એલસીબી એ કઠલાલ નજીકથી પાચ લાખથી વધુનો દારૂ ઝડપ્યો, આરોપી ફરાર

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલસીબી પોલીસે કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી એક કારમાંથી ₹5 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાના આધારે કારનો પીછો કરતાં ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
ખેડા એલસીબી ની ટીમે બાતમીના આધારે ફાગવેલ ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાલાસિનોર તરફથી આવતી એક શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાવી હતી. પોલીસે તાત્કાલિક પીછો કર્યો, પરંતુ ચાલક લસુન્દ્રા ગામની પંચાયત નજીક કાર બિનવારસી હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ ૧૫૫૪ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૫ લાખ ૧૯ હજાર ૭૪૪ છે. કારની કિંમત સહિત પોલીસે કુલ રૂ.૧૦ લાખ ૧૯ હજાર ૭૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે કારના ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારની નંબર પ્લેટ ખોટી હોવાનું પણ સામે આવ્યું છે, જેના પરથી પોલીસ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!