સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હ ખાતે રસાયણ દિવસની ઉજવણી કરવામાં આવી
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હ ખાતે રસાયણ દિવસની ઉજવણી કરવામાં આવી
શહેરા તા.૦૬
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે રસાયણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવાહડફમાં આચાર્ય ડૉ. જીગ્નેશ જે પંડ્યા ના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા અનુક્રમે રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસ જેમની યાદમાં મનાવવામાં આવે છે તેવા આચાર્ય પ્રફુલચંદ્ર ને યાદ કરી અને દીપ પ્રાગટ્ય કરી ને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે આચાર્ય ડૉ. જીગ્નેશ જે પંડ્યા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ઉજવણીના ઉપક્રમે સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાંથી આવેલા અધ્યાપક અભિષેક વિશ્વકર્મા દ્વારા ‘ઈમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી ઇન મોર્ડન વર્લ્ડ’ વિષય પર એક નિષ્ણાત વક્તવ્ય દ્વારા સાઈન્સના વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા હતા.જેમાં તેમણે દૈનિક ક્રિયાઓમાં વિજ્ઞાન તથા ખાસ રસાયણશાસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું અને રસાયણશાસ્ત્ર કેવી રીતે આપણા જાહેર જીવનમાં સંકળાયેલ છે તેના વિશેનો પણ વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. તેમણે રસાયણશાસ્ત્ર વિષય સાથે ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓને મળતી તકો વિશે પણ જાણકારી આપેલ હતી. આ કાર્યક્રમ ના કોર્ડીનેટર ડૉ.મેહુલ સાધુ તથા ડૉ.. હિતેન રાવલ તથા કો-કોઓર્ડીનેટર કુ. સોનિયાબેન ડામોર, ડૉ.દેવાંગ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રા.તુષાર ડેઢીયા એ કાર્યક્રમ નું સુચારુ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ હાજરી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફના વિનયન વિભાગના સિનિયર પ્રાધ્યાપક ડૉ. દિનેશ માછી તથા સપ્તધારા કો-ઓર્ડીનેટર ડૉ. પંકજ તિવારી તથા જ્ઞાનધારા કોર્ડીનેટર ડૉ.રાહુલ ક્રિષ્ના ગૌતમ હાજર રહેલા હતા. આ વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જે વકૃત્વ સ્પર્ધામાં કુલ ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમના અંતે ડૉ. મેહુલ સાધુ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. વકૃત્વ સ્પર્ધા બાદ પોસ્ટર પ્રેઝન્ટેશન પ્રતિયોગિતા તથા પ્રેક્ટીકલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વિશ્વમાં રસાયણ શાસ્ત્ર નું મહત્વ સમજાવ્યું હતું.

