દાહોદ એલસીબી પોલીસે રાજસ્થાન રાજ્યના વાહન ચોર ટોળકીના એક સાગરીતને ચોરીની બે મોટરસાઈકલો સાથે ઝડપી પાડ્યો.
દાહોદ એલસીબી પોલીસે રાજસ્થાન રાજ્યના વાહન ચોર ટોળકીના એક સાગરીતને ચોરીની બે મોટરસાઈકલો સાથે ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૬
આંતર રાજ્ય વાહન ચોરી કરતાં રાજસ્થાન રાજ્યના એક આરોપીને દાહોદ એલસીબી પોલીસે ચોરીની બે મોટરસાઈકલો સાથે ઝડપી પાડી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે તેમજ વાહન ચોર ટોળકીને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસ સુખસર નગરમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાં બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલનો ચાલક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઉભો રહેવા માટેનો ઈશારો કરતાં મોટરસાઈકલનો ચાલક મોટરસાઈકલ સાથે ભાગ્યો હતો પરંતુ પોલીસે તેને થોડે દુરથી ઝડપી પાડી તેને પકડી લઈ પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં પોતાની સાથેની મોટરસાઈકલ ચોરી હોવાનું પોલીસ કબુલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ આરોપી આનંદભાઈ કાન્તીભાઈ ભાભોર (રહે.રાજસ્થાન) નાની વધુ પુછપરછ કરતાં આરોપી દ્વારા રાજસ્થાનના બાંસવાડા વિસ્તારમાંથી બે મોટરસાઈકલો ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે તપાસ કરી વધુ એક ચોરીની મોટરસાઈકલ પણ કબજે કરી હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

