ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ, વજેલાવ, જેસાવાડા ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ, વજેલાવ, જેસાવાડા ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ ૨૩, વજેલાવ ૩૦,જેસાવાડા ૨૫ આમ કુલ ૭૮ દર્દીઓને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું

દાહોદ તા.૦૬

પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. અને ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે. જેમાં ચોખા, તુવર દાળ,તેલ, ઘઉં નો લોટ , પ્રોટીન પાવડર,મગ, મગની દાળ , ગોળ, ખજૂર, ચણા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ONGC ના HR મેનેજર અરુણ પ્રભાત, કંપનીના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણીતથા નઢેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ નિલમ રાઠોડ, જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નિલય ખપેડ, તાલુકા ટીબી સુપરવાઈઝરશ્રી , પિરામલ ફાઉન્ડેશનના કોમ્યુનિટી કોર્ડીનેટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આશા બહેન તથા ટીબીના દર્દીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!