નડિયાદની સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં ગરબાનો ફ્રી વર્કશોપ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ગરબાના ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્કશોપમાં ‘ખેલૈયા ગરબા ક્લાસિસ’માંથી પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પરંપરાગત અને આધુનિક ગરબાના સ્ટેપ્સ શીખવ્યા હતા. કોલેજના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગતથી થઈ હતી. આચાર્યનું સ્વાગત સાંસ્કૃતિક કમિટીના કન્વીનર ડો. પરવીનબેન મનસૂરીએ પુષ્પગુચ્છથી કર્યું હતું, જ્યારે ખેલૈયા ક્લાસના પ્રફુલ્લભાઈ પટેલનું સ્વાગત ડો. કલ્પનાબેન ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અંશ પટેલે કર્યું હતું અને આભારવિધિ સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડો. પરવીન મનસૂરીએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક વિભાગના સભ્યો ડો. વિદ્યાબેન ચૌધરી, ડો. પ્રિયંકાબેન દેસાઈ અને મિનેશ સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

